સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર બે વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પૈન્ડીગ રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો. સરકારપક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજા, 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા ફટકારી છે. તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતના સચિન વિસ્તારમાં પાંચ મહિના પહેલા આ પ્રકારે ઘટના બની હતી. બે વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સુરત કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યો હતો. આજે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
પોલીસે તાત્કાલિક માત્ર 11 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ગુનામાં 48 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં કુલ 431 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી 200 જેટલા અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા. આ કેસમાં 85 દસ્તાવેજી કાગળો રજૂ કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર મામલે આજે અદાલતે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.