Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં યુવકોએ જાહેર રસ્તાની વચ્ચે ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટી ઊજવી, વીડિયો વાઇરલ થતાં પોલીસની કાર્યવાહી

Share

ડાયમંડ સિટી સુરતમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવાનો જાહેર માર્ગ પર કાયદાનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડતા નજરે પડી રહ્યા છે. જાહેરનામાનો ભંગ કરી કાયદના ડર વિના યુવકો બેફામ થઈને જાહેર માર્ગ પર રસ્તા વચ્ચે આતિશબાજી કરે છે. આ વીડિયો સામે આવતા સુરત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સુરતના સરથાણા વિસ્તારમાં નવા રિંગરોડ પરનો હોવાનો જાણવા મળ્યું છે.વીડિયોમાં કેટલાક યુવકો તેમના સાથી યુવકનો જન્મદિવસ ઊજવવા માટે જાહેર રસ્તાની વચ્ચોવચ કાર ઊભી કરી તેના બોનેટ પર વિવિધ કેક મૂકી કટ કરે છે અને પછી આતિશબીજી કરે છે. આમ જાહેરનામાનો ભંગ કરી કાયદાના ડર વિના યુવકો બેફામ થઈને રસ્તાની વચ્ચોવચ જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

આ વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતા યુવકો સરથાણા વિસ્તારના છે અને ચિરાગ માંડાણી નામના યુવકનો બર્થ ડે હોવાથી ઊજવણી માટે યુવકોએ જાહેર માર્ગ પર વચ્ચોવચ કેટ કટિંગ કરી આતિશબાજી કરી હતી. જોકે, હવે આ મામલે પોલીસ શું પગલા ભરે છે તે જોવાનું રહેશે.


Share

Related posts

રાજપીપલા ખાતે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનારા “બાળ અધિકારો- ફરિયાદ નિવારણ” કેમ્પમાં રજૂઆત કરી શકાશે

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી નાની નરોલી શાળામાં પેરેન્ટસ ઓરિએન્ટેશન-2023 કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પોલીયો રવિવાર નિમિત્તે માહિતી આપવામાં આવી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!