Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં અકસ્માત કરનાર કારચાલકનું પોલીસે સરઘસ કાઢ્યું

Share

અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે બની હતી. પૂરપાટ ઝડપે BRTS રૂટમાં કાર હંકારી રહેલા કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. પોલીસે સાજન પટેલ નામના આરોપી કાર ચાલકની ધરપકડ કરીને તને હાથ જોડી જાહેરમાં ફેરવ્યો હતો. પોલીસે શખ્સનું એ જ જગ્યા પર સરઘસ કાઢ્યું હતું જ્યાં તેણે અકસ્માત કર્યો હતો. હવે પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. પોલીસે ઘટના સ્થળે જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

DCP ભક્તિ ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસે કલમ 308 દાખલ કરી છે. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નશો કર્યાનો કેસ થયો હતો.આણંદના સોજીત્રામાં દારૂ પીને ગાડી ચલાવતા ગુનો નોંધાયેલો છે. પુણા પોલીસમાં મારામારી અને અમરોલીમાં ગુનો નોંધાયેલો છે. આરોપીના સ્મીમેર હોસ્પિટલમાં દારૂ પીધો છે કે નહીં તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. દારૂ પીધા બાદ કાર ચલાવવાથી શું થાય એ આરોપી જાણતો હોવા છતાં આ અકસ્માત કર્યો છે. જેથી કડક કાર્યવાહી કરાશે.

Advertisement

સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આરોપી સ્વિફ્ટ કાર લઈને BRTS ટ્રેકમાં જઈ રહ્યો છે અને સામેથી આવતા બાઈકોને એક બાદ એક અડફેટે લે છે. અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ મૂળ સુરતનો છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. પોતે દારૂ પીધો હોવાનો પણ સ્વીકાર કરે છે. અકસ્માત બાદ પોતાનો લુલો બચાવ કરતા સાજન પટેલે કહ્યું કે, હું ઘરે જતો હતો અચાનક ટુ-વ્હીલર આવી ગયું અને તેમાં ઠોકાયો. મેં દારૂ પીધો નહોતો. વરસાદ પડતો હતો એટલે દેખાયું નહીં. ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે BRTS રૂટમાં જતો રહ્યો. મેં મારા છોકરાની બર્થ-ડે પાર્ટીમાં બપોરે દારૂ પીધો હતો.


Share

Related posts

વલસાડ સિટી પોલીસ દ્વારા દારૂ ભરેલ પિકઅપ પકડવામાં આવ્યું ,વલસાડ સિટી પોલીસની સુંદર કામગીરી

ProudOfGujarat

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપીને ઝડપ્યા

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રહેમત નગર સોસાયટીમાં વરસાદી પાણી ના ભરાવા ના કારણે લોકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે…તેમજ સોસાયટીની ચારે તરફ જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાતા લોકો મુંજવણ માં મુકાયા છે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!