સુરતના કાપોદ્રામાં અમદાવાદ જેવી ઘટના બની હતી. કારે 6 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા કાર ચાલક સાજન પટેલને મેથીપાક ચખાડ્યો હતો અને ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને તત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જેમાં બાઈક ચાલકો અકસ્માતથી ઢસેડાયા પણ હતા. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ઈજા થઈ છે.
પુર ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બર્થ ડે પાર્ટી કરીને તે ઘરે જઈ રહ્યો હતો. લોકોને અકસ્માત કરીને ભાગી જવાની ફિરાકમાં હતો. ત્યારે દારુના નશામાં તેને આ અસ્માત સર્જ્યો હતો. તેણે આ વાતનો સ્વિકાર કરતા કહ્યું કે, બપોરના સમયે મેં 3 કે 4 વાગે દારુ પીધો હતો. વરસાદ પડતા દેખાયું નહીં. અચાનક જ ટુ વ્હિલર્સ આવી ગયું. એક બાજુનો રસ્તો બ્લોક હતો તેમ પણ તેને બચાવમાં કહ્યું હતું.
લાલ કલરની સ્વિફ્ટ લઈને જઈ રહેલા આ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. રચના સોસાયટીથી કાપોદ્રા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ચાલકે 6 ને અડફેટે લીધા અને તેની એરબેગ પણ ખુલી ગઈ હતી. જોકે, આ સમગ્ર મામલે પોલીસે સાજનને પકડી કાનૂની કાર્યવાહી કરતા તપાસ હાથ ધરી છે.