Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના વાડી ગામના બસ સ્ટેશનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામે બસ સ્ટેશનમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર જુગારીયાને ઉમરપાડા પોલીસે ₹10,880 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દૃષિતભાઇ મનસુખભાઈ તથા સંજયભાઇ શંકરભાઇ, ખાનગી બાતમી મળી હતી કે વાડી ગામે વાડી બસ સ્ટેશનમાં કેટલાક ઇસમો ભેગા થઈ ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં પ્રવૃતી ચાલુ છે જે બાતમીના આધારે ઉમરપાડા પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.ડી.સાંબડના હોય પોલીસ કર્મચારીઓની ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ આવી રેડ કરતા જુગાર રમી રહેલા રવિશંકર શાંતિભાઈ મહેતા રહે. કેવડી તા.ઉમરપાડા, જશવંતભાઈ ગણપતભાઈ વસાવા રહે.વાડી તા.ઉંમરપાડા, છત્રસિંહ મોહનભાઈ વસાવા રહે.નસારપુર તા.ઉમરપાડા, સન્મુખભાઈ સુરજીભાઈ વસાવા. રહે પાટી ખેડા, તાલુકો નેત્રંગ, જીલ્લો ભરૂચ સહિત ચાર ઈસમોને રૂપિયા ૧૦,૮૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોના મહામારીમાં ઇમ્યુનીટી વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું મોટાપાયે કરાતું ઉત્પાદન.

ProudOfGujarat

ભરૂચની આઠ વર્ષીય બાળકી સોફિયા મશહદીએ રમજાન માસના પુરા રોજા રાખી અલ્લાહની ઈબાદતમાં રમજાન માસ વિતાવ્યો.

ProudOfGujarat

ઝધડીયાના રાણીપુરા ગામમાં બે કપીરાજનાં આતંકથી ગામમાં ભય ઊભો થયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!