સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચકરા ગામે વડપાડાથી ચકરા રોડના કામનુ લોકાર્પણ રૂપિયા 350 લાખ, જોડાણથી ખોપી રોડ રૂપિયા 45 લાખ, મોટીદેવરૂપણ એપ્રોચ રોડ રૂપિયા 53 લાખ, ચકરાથી મોટીદેવરૂપણ રોડ રૂપિયા ૯૦ લાખ તથા રૂંઢિગવાણથી સ્મશાન તરફ જતા રસ્તાનું કામ રૂપિયા 60 લાખ મળી કુલ પાંચ રસ્તાના રૂપિયા 5.98 કરોડના કામોના લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતિસિંહ વસવાના હસ્તે યોજાયો હતો.
ઉકાઈ વિસ્થાપિત આદિવાસીઓના અભ્યાસ કરતા બાળકોને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તેઓના માતા-પિતાના સ્મરનાર્થે ચકરા, જોડવાણ, મોટીદેવરૂપણ, ખનોરા, ગુલીઉમર, કોલવાણ, ડોંગરીપાડા, રૂંઢિગવાણ તથા રાજનીવડ ગામની પ્રાથમિક શાળાઓમાં 658 બાળકોને કુલ 2960 નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં સુ.જી.સં. મંત્રી સામસિંગભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન વસાવા તેમજ ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો, શાંતિલાલભાઈ વસાવા પૂર્વ જી.પં.સ., સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, ડેપ્યુટી સરપંચો તેમજ કાર્યકર્તાઓ અને પ્રજાજનો હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ગુજરાત સરકાર તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. 5.98 કરોડના કામોના લોકાર્પણ તથા ઉકાઈ વિસ્થાપિત આદિવાસી બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
Advertisement