સુરતમા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત સદર ઝુંબેશને પરિણામલક્ષી બનાવવા ડીંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પી એસ આઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન HC મિલિંદ તુકારામ, HC રજનીશ કિશનભાઇ તથા PC કુલદિપસિંહ હેમુભાને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીંડોલી CRપાટીલ બ્રિજ નીચેથી આરોપી નિરાકાર ઉર્ફે વીરુ બાબુ નાહક તથા મુકેશ રણજીત રમાનીને ઝડપી પાડી પૂછપરછ કરતા તા. 13/7/2023 ના રાત્રીના સમયે ડીંડોલીમાં આવેલ અંજનીનંદન સોસાયટીમાં એક મકાનમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂપિયા 2,67,700 ની મતાની ચોરી કરેલ તેમજ ડીંડોલીમાં આવેલા પંચદેવ સોસાયટીના એક મકાનમાં રાત્રિના સમયે ઘૂસી જઈ રૂપિયા 58,989 ની મતાના ત્રણ મોબાઈલની ચોરી કરેલ તેમજ આજથી પાંચ માસ પૂર્વે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હીરો ગ્લેમર બાઈક તથા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોન્ડા સાઈન બાઈક તથા અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હોન્ડા સાઈન બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે,
તેમજ અગાઉ સુરત જિલ્લાના પલસાણા કામરેજ, કડોદરા તથા સુરત શહેરના સચિન જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા સ્નેચિંગના ગુનામાં પણ જેલમાં ગયેલ હોવાનું જણાવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પી એસ આઈ હરપાલસિંહ મસાણી સફળ રહ્યા હતા. આરોપીઓનો ભૂતકાળ તપાસતા નિરાકાર ઉપર અલગ અલગ પોલીસ સ્ટે. માં કુલ સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે અન્ય આરોપી મુકેશની ઉપર બે જેટલા ગુના નોંધાયેલ છે.
સુરતમાં ઘરફોડ ચોરી કરતા બે રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
Advertisement