Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Share

સુરત જિલ્લાના તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરતમાં હથનુર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હથનૂર ડેમમાંથી પાણી છોડવાને કારણે ઉકાઈ ડેમની જળસપાટી વધશે. જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ કારણથી જ તાપી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રની સરહદ વચ્ચેના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણીની આવર નદીઓ, સરોવરો અને ડેમ સુધી વધી છે ત્યારે હથનુર ડેમ વિસ્તારમાં પણ વરસાદ વધુ પડ્યો છે. જેના કારણે આ ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી 209.92 મીટરે પહોંચી હતી. ઓવરફ્લો થતા આ દરવાજા ખોલવા પડ્યા છે જેથી વધુ વરસાદ જો ઉપરવાસથી પડે છે તો ડેમનું પાણી વધુ વિસ્તારમાં ફરી શકે છે. ઉકાઈની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં 20 હજાર ક્યુસેક પાણીની આવક છે. જેથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

1 લાખ 26 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાતા તાપી આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. ત્યારે હજૂ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજૂ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં ઉપરવાસથી વધુ પાણીની આવક થતા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.


Share

Related posts

લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરાયા

ProudOfGujarat

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના ગામોને સાડા આઠ કરોડ રૂપિયાના રસ્તા બનવાની મંજૂરી મળી.

ProudOfGujarat

કરજણ પેટા ચૂંટણી સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!