Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે APMC કોસંબાને મુખ્યમંત્રીનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો

Share

તાજેતરમાં ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા APMC ઓના મજબૂતીકરણ માટે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે માટે વેલ્યુએડિસન તથા પ્રાકૃતિક ખેતી, મિલેટ્સનો પ્રચાર પ્રસાર APMC ફેડરેશન બનાવવાની માહિતી માટે રાજ્યની 224 APMC ઓના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરીઓ માટે માર્ગદર્શક શિબિરનું આયોજન માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને તથા કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મુકામે યોજવામાં આવેલ જેમાં રાજ્યની ત્રણ APMC ઓને વિશિષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવેલ આવ્યા હતા. જેમાં કોસંબા તાલુકો માંગરોળ APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડને પણ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબા APMC પ્રમાણમાં નાની અને આદિજાતિ વિસ્તારમાં આવેલ હોવા છતાં માન. ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની પ્રેરણાથી કોસંબા APMC ના બોર્ડ ઓફ ડિરેક્ટરો તથા કર્મચારીઓ દ્વારા વિશેષ પ્રયાસો કરીને હાટ બજારનું આયોજન કર્યું જેમાં ખેડૂતોને તથા ગ્રાહકોને પણ લાભ થાય છે અને બજાર સમિતિને વાર્ષિક 55 લાખ ની આવક મળી રહે છે. બજાર સમિતિ સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવીથી સજજ છે. આ હાટ બજાર APMC ના નિયંત્રણમાં હોવાથી તોલ માપમાં ખેડૂતો તથા ગ્રાહકોને છેતરપિંડી થવાનો ભય રહેતો નથી. મુખ્યમંત્રીએ કોસંબા APMC માં ચાલતા આ હાટ બજારના પ્રયાસની પ્રશંસા કરી હતી ને અન્ય APMC ઓને પણ અનુસરવા સૂચન કર્યું હતું.

Advertisement

કોસંબા APMC દ્વારા સતત ખેડૂત સંમેલનો, સહકારી મંડળીના સંમેલનો વિવિધ મુદ્દાઓ પર અવારનવાર સંમેલનો કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. અને સહકારી મંડળીઓ વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રયત્નોને કારણે કામરેજ સુગર દ્વારા પૂર્વ વિસ્તારના સુગર ફેક્ટરીઓના શેર ન ધરાવતા આદિવાસી ખેડૂતોને બિન મંજૂરીની શેરડી પીલાણ કરવામાં સફળતા મળે જેમાં ખેડૂતોને મોટો આર્થિક લાભ મળ્યો છે. સાથે સાથે APMC દ્રારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે હાર્વેસ્ટર દ્વારા ઘઉં, ડાંગર કાપણી તથા પૂર્વ વિસ્તારના આદિવાસી ખેડૂતોને ટ્રેક્ટર દ્વારા ખેડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. કોસંબા ખાતે કિસાન સુવિધા કેન્દ્રનું શરૂઆત કરી ખેડૂતો માટે યોજનાકીય માહિતીના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ વિપરીત સંજોગોમાં પણ કોસંબા APMC એ “અ” વર્ગ જાળવવામાં સફળતા મેળવી છે. ગુજરાત રાજ્યની 224 APMC માં કોસંબા APMC ને 3 શ્રેષ્ઠ APMC ઓમા સરકાર દ્વારા એવોર્ડ આપતા આનંદની લાગણી ફેલાય છે.


Share

Related posts

સુરત-પૂણાગામ વિસ્તાર માં આવેલી જ્વેલર્સની દુકાનમાં થઈ બેધડક લૂંટ…વાચો

ProudOfGujarat

ગુજરાતી ન્યૂઝ ગુજરાત રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ : ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય.

ProudOfGujarat

ઝઘડીયા : અઠવાડિયામાં ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાના આદેશનાં વિરોધમાં રાજપારડીનાં વેપારીઓનું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!