Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ

Share

સુરતમાં લોકોએ જનતા રેડ કરી, ઓઈલના ગોડાઉન સ્થાનિકોએ રેડ કરી હતી, છેલ્લા બે મહિનાથી રાતે દરમ્યાન તીવ્ર દુર્ગંધ અને આંખોમાં બળતરાના કારણે લોકોએ હેરાન પરેશાન હતા. રાતે ગોડાઉન ધમધમતા ઝડપી પડ્યું હતું પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગને જાણ કરવામાં આવી.

સુરાય જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. અનેક વખત પોલીસ તેમજ સ્થાનિકો દ્વારા છાપેમારી કરવાના ઘટના સામે આવતી હોય છે. પરંતુ હજી કેટલાક કેમિકલ માફિયાઓ વધુ પૈસા કમાવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મુક્તા હોય છે. ત્યારે વધુ એક વખત ગ્રામજનોએ છાપેમારી કરી ગેરકાયદેસર રીતે ધમધમતા ઓઇલના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે.

Advertisement

માંગરોળના લિંડિયાત ગ્રામજનો છેલ્લા બે મહિનાથી રાતે દરમિયાન તીવ્ર દુર્ગંધ તેમજ તેમજ આંખોમાં થતા બળતરાના કારણે હેરાન પરેશાન હતા. તીવ્ર દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારે ગતરોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ફરીથી તીવ્ર દુર્ગંધ આવતા તે દિશામાં તપાસ હાથધરી હતી. અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક શંકાસ્પદ બંધ હાલતમાં ગોડાઉન મળી આવ્યું હતું. કોઈને શંકા જાય તે માટે ગોડાઉનની ચોતરફ ઉંચી દીવાલો બનાવી કોર્ડન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો હેમખેમ પ્રકારે ગોડાઉનમાં પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પોલીસ તેમજ જી.પી.સી.બી વિભાગને જાણ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ગોડાઉન અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ત્યાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી તેમજ મોટી માત્રામાં ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગોડાઉનમાં અંદર એક અંદર ગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી. જેના અંદર વિવિધ પ્રકારના ઓઇલ ભેગા કરીને એક અલગ પ્રકારનું ઓઇલ બનાવવામાં આવતું હતું. જ્યારે મીડિયાની ટિમ સ્થળ પહોંચી ત્યારે ગોડાઉન સંચાલક સ્થળ પર મળી રહ્યા હતાં. તેઓને આ અંગે પૂછ પરછ કરવામાં આવતા તેઓને પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ કોઈ કેમિકલ નથી પણ ઓઇલ છે. આ ઓઇલથી કોઈ નુકશાન થતું નથી. આ ફર્નિશ ઓઇલ છે. ડામર તેમજ એલ્યુમિનિયમના બળતરના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ મારે કોઈ પરમિશન લેવાની હોતી નથી.

મહત્વનું છે કે તીવ્ર દુર્ગંધ તેમજ બળતરાના કારણે પરેશાન ગ્રામજનો રેડ કરી ગેરકાયદેસ ગોડાઉન ઝડપી પાડ્યું છે. પરંતુ હવે પોલીસ અને GPCB વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે મહત્વનું છે. કારણે કેટલાક બે નંબરિયાઓ થોડા રૂપિયા વધુ કમાવવાની લાલચમાં લોકો જીવ જોખમમાં મૂકે છે. અંતે ભોગવવાનું સામાન્ય માણસે પડે છે.


Share

Related posts

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

ઝઘડિયાના મઢી નજીકના ખેતરમાંથી નવ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!