Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સચીન જીઆઈડીસીમાં કન્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતાં એકનું મોત

Share

સુરતના સચિન જીઆઇડીસીમાં આજે મંગળવારે સવારે એક ડાઈંગ – પ્રિન્ટીંગ મિલની પાસે ચાલી રહેલ કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે શ્રમજી યુવાનો કાટમાળમાં દબાઈ ગયા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયેલા એક યુવાનને ફાયર જવાનોએ દોઢ કલાક સુધી કામગીરી કરી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને લીધે સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચીન જીઆઈડીસી ખાતે રોડ નં. 2 પર આવેલા પ્લોટમાં છેલ્લા કેટલાક દિવસોથી નવી મિલ બાંધવા માટે કન્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. આજે મંગળવારે સવારે કન્ટ્રકશન સાઈડ પર 10 થી 15 જેટલા શ્રમજીવીઓ કામ કરવામાં વ્યસ્ત હતા. તે સમયે તોતિંગ દિવાલનો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેને પગલે તેના કાટમાળમાં નીચે બે શ્રમજીવી યુવાન દબાઈ ગયા હતા. જેમાં 40 વર્ષીય ભારત બારીયા અને 35 વર્ષીય કિરણ પરમાર (બંને-રહે-સચિન જીઆઇડીસી રોડ નંબર 2 પર) સમાવેશ થાય છે. જ્યારે બે વ્યક્તિને સામાન્ય થઈ હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું. જેના લીધે ત્યાં કામ કરતા અન્ય કારીગરોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. કોલ મળતા ભેસ્તાન અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમો તરત ઘટના સ્થળે પહોંચી હતી અને દિવાલ હેઠળ દબાયેલા બે યુવાનોને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરી હતી.

જોકે ભરત બારીયાની બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર ભરતને મૃત જાહેર કર્યો હતો. જોકે, દિવાલના કાટમાળ નીચે કિરણ દબાઈ જતા સતત દુખાવો બૂમો પાડતો હતો. જોકે તેને બહાર કાઢવા માટે હાયડ્રા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી અને એકથી દોઢ કલાક સુધી ફાયર જવાનનોએ ફાયરના સાધન ઉપયોગ કરી ભારે જહેમત ઉઠાવીને બહાર કાઢ્યો હતો અને કિરણને 108 એમ્બ્યુલન્સમાં ચાલવા માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એવું ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વડોદરાના એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

નર્મદા નદીમાં આફતનો પૂર : ભરૂચ ખાતે ડૂબી જતાં કુલ 3 ના મોત, ખેતીને ભારે નુકશાન, જમીનોનું પણ ધોવાણ.

ProudOfGujarat

વડોદરા : સિલોક્ષ કંપની એ સૈનિકો માટે કલેકટર કચેરી દ્વારા ફાળો આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!