ડીંડોલી વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ફરિયાદીની 17 વર્ષની સગીર વયની દીકરી ગઈ તા. 02/06/2023 ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે ફરિયાદીના મોટાભાઈના ઘરે જવા માટે નીકળેલ તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઈક કારણોસર અપહરણ કરી લઈ ગયેલ, જે અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
જે ફરિયાદના આધારે જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ સગીર વયની બાળકીઓ વિરુદ્ધ અપરણ તથા દુષ્કર્મના ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પો.ઇન્સ.આર.જે.ચુડાસમા તથા સે. પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી એ ડીંડોલી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને અપહરણ કરી ભગાડી જનાર આરોપીને શોધી કાઢવા માટે સી.સી.ટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી વર્ક આઉટ શરૂ કરેલ, દરમિયાન મોબાઈલ સર્વેલન્સ તેમજ બાતમી આધારે ભોગ બનનાર તથા આરોપી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં હોવાની માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના HC અનિલ રામ અવતાર તથા HC કિરીટભાઈ હરિભાઈની ટીમ રવાના કરી યુ.પી.ના મેરઠથી ભોગ બનનાર સગીરા તથા આરોપી રાહુલ@રોકી ગોવિંદ છોટન દાસ રહે- ઝારખંડ વાળાને ઝડપી પાડેલ છે.