Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ડીંડોલીમાં મોબાઇલની લૂંટ કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી સર્વેલન્સ ટીમ

Share

સુરતના ડીંડોલીમાં રેલ્વે ટ્રેક પાસેથી પસાર થતા એક યુવકને છરીની અણીએ મોબાઈલની લૂંટ કરનાર ટોળકીને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યા છે.

સુરતના ડીંડોલીમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ગાયત્રી નગરમાં રહેતા આશિષ રાજેન્દ્ર પ્રસાદ જેઓ પાંડેસરામાં સંચા ખાતામાં મજૂરી કામ કરતા હોય તેઓ પોતાની કામગીરી પૂર્ણ કરી ઘેર જતા હોય જે સમયે ચાલતા-ચાલતા રેલવે ટ્રેક પાસેથી મોબાઇલ ફોન પર વાત કરતા હોય તે સમયે અચાનક જ આરોપીઓ (1) વિવેક ભુવનેશ્વર શુક્લા (2) ઋત્વિક ઉર્ફે કીકી નરેશ પટેલ (3) ઉમેશ દિનેશ શિરશાટ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, તેની સામે આવી રેલ્વે ટ્રેક પાસે આશિષના ગળા પર ચપ્પુ રાખી રૂપિયા 30,000 ની કિંમતનો રીયલ-મી કંપનીનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધેલ અને ચારેય જણાએ ફરિયાદીને ઢીકકા પાટુનો માર મારી ગાળો આપી જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ ફોનની લૂંટ કરીને ફરાર થઈ ગયેલ, જે બનાવ બાબતે ફરીયાદીએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૯૨, ૩૯૭, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરીયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ.

Advertisement

જે ફરિયાદના આધારે ડી. ડિવિઝન સુરત શહેરના એસીપી જી.ટી. સોનારા દ્વારા આરોપીઓના સગડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ હોય, સર્વેલન્સ સ્ટાફની પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીએસઆઇ હરપાલસિંહ મસાણી હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ તથા નિકુલદાન ચેતનદાનને મળેલ બાતમી અને હકીકતના આધારે ચેતન નગર રેલ્વે પટરી પાસે ફોનની લૂંટ કરનાર આરોપીઓ તથા બાળકને ઝડપી પાડેલ છે, લૂંટના ગુનામાં વપરાયેલ મોપેડ કિંમત રૂપિયા 40,000 ચપ્પુ તેમજ રૂપિયા 30,000 ની કિંમતનો રિયલ-મી કંપનીનો મોબાઇલ ફોન પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલ્યો હતો.


Share

Related posts

તાપી- સુમુલ વિરુદ્ધ ચાલતી પશુપાલકો ની વિવિધ સાત મુદ્દે ચાલતો વિરોધ નો મામલો …

ProudOfGujarat

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

હાંસોટ પોલીસે લોકડાઉન દરમિયાન 207 કલમ મુજબ 101 ગાડીઓ ડિટેઇન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!