Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના લિંબાયતમાં પરિવાર વિરુદ્ધ લગ્ન કરતી દુલ્હનની લગ્નમંડપમાં પિતરાઈ ભાઈએ કરી કરપીણ હત્યા

Share

સુરતના લિંબાયત વિસ્તારમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ સામે આવ્યો છે. લગ્નના એક દિવસ પહેલાં જ પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયારથી બહેનને રહેંસી નાંખતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના લિંબાયતમાં રહેતા જિતેન્દ્ર મહાજનને કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પરિવાર પાસે લગ્નની સંમતિ માંગી હતી પણ યુવતીના પરિવારજનો આ માટે સંમત નહોતા થયા. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતાં. ત્યારબાદ યુવકના પરિવારે બંનેના વિધિવત લગ્ન કરાવાનું નક્કી કર્યું હતું.

Advertisement

પરિવારજનોએ 26 જૂને બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. લગ્નની પૂર્વ સંધ્યાએ જીતેન્દ્ર અને કલ્યાણીની હલ્દી રસમ ચાલતી હતી અને પરિવાર ખુશીના ઉન્માદમાં હતો. આ દરમિયાન લગ્ન ગીતોની ગૂંજ વચ્ચે યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં પહોંચ્યો હતો. તેણે ત્યાં અચાનક તેની બહેનને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવકના પરિવારજનોએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10 નું પરિણામ 25 મી મે એ જાહેર થશે, સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડામાં ખેતરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 296 નવ નિયુકત નિમણૂક પામનારા તાલીમાર્થીઓને કોવિડ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!