Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

Share

સુરતના ઉધના વિસ્તારમાં પીવાના પાણીની 10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે બંનેને બહાર કાઢવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ બન્નેને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. બન્નેની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે.

સુરતના ઉધના સ્થિત સિટી ઇન્ડસ્ટ્રિયલમાં પીવાના પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે બે મજૂર અંદર ઉતર્યા હતા. આ દરમિયાન બંને મજૂરને ગુંગળામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી માન દરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.

Advertisement

ફાયર વિભાગની ટીમે બંને યુવકને બહાર કાઢીને 108 ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ગુંગળામણ થતા બન્ને બેભાન થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને ત્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ કરવામાં આવતા જ ફાયરની ટીમ પૂરતા સાધન સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસની થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

ProudOfGujarat

વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં રાષ્ટ્રિય સેવા યોજના (NSS) હેઠળ સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!