સુરતના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. અહીં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતની આ ઘટનામાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે જ ત્રણેય યુવકોનાં મોત થયાં હતાં.
વિગતો મુજબ કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર બેફામ ડમ્પર ચાલકે 3 લોકોને કચડ્યા હતા. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ત્રણેયના સ્થળ પર જ દર્દનાક મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયા બાદ અચાનક ડમ્પરમાં આગ લાગી હતી. ડમ્પર ખસેડતા સમયે અચાનક આગ લગતા તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ સાથે કામરેજ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.