સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સુચના અન્વયે ડીંડોલી પો.ઇન્સ આર.જે.ચુડાસમા તથા સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન HC મયુરધ્વજસિંહ કીરતસિંહ તથા HC સંતોષ રાજુભાઈ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ડીંડોલીમાં આવેલ શિવ સાંઈશક્તિ સોસાયટી ગેટ નંબર-૦૩ માં આવેલ પ્લોટ નંબર C/25 ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં થ્રી-વ્હીલર ટેમ્પોમાં સંજય @ સંજુ શાહ નામના ઈસમે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મુકેલ છે.
જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ ખરાઈ કરી રેઈડ કરતાં આરોપી સંજય ઉર્ફે સંજુ હુકમચંદ શાહ થ્રી વ્હીલ ટેમ્પો લઈને ઊભો હોય, જેથી પોલીસના માણસોએ ટેમ્પો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો કુલ 1536 જેની કિંમત રૂપિયા 1,70,520/- તથા થ્રી વ્હીલ ટેમ્પોની કિંમત 1,10,000/- મળી કુલ રૂપિયા 2,80,520/- નો મુદ્દામાલ કબજે કરી, આ ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર પ્રકાશ મારવાડી ઉર્ફે કાકા રહે- જોલવા તાલુકો-પલસાણા જિલ્લો-સુરત ગ્રામ્યને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.