Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં યુવકે બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTV માં કેદ

Share

સુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો અને સામેથી સ્કૂલ બસ આવતા જ અચાનક યુવકે ડાઈવ લગાવી બસ નીચે આવી આપઘાત કર્યો હતો.સ્કૂલબસ નીચે કચડાયેલા આ યુવકને રસ્તા પર કણસતી અવસ્થામાં જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.

Advertisement

સારવાર મળે તે પહેલાં મોત થઈ ચૂક્યું હતું

આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ વરાછા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.


Share

Related posts

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થીમ આધારિત બે નવી ફંડ ઑફર્સ (એનએફઓ) શરૂ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક આમલાખાડી ટ્રેક પર માતાએ બે બાળકો સાથે બાથમારી રેલવે ટ્રેક પર ઉભા રહી આત્મહત્યા કરી…કરુણ બનાવ કેમ બન્યો હશે તે અંગે ચાલતી તપાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!