મનય બનારસી માત્ર ધોરણ સાત સુધી જ ભણ્યા છે. જો કે એમણે ડિગ્રી નહીં પણ કુશળતાના સહારે ઓટોમોબાઇલ સેક્ટરમાં કામ કરવાની શરૂઆત કરી. એમણે અત્યાર સુધીમાં 250 બાઇક મોડિફાઇડ કરી છે. યુ-ટ્યુબમાં વિડિયો જોઈને પણ અમુક બાઈક મોડિફાઇડ કરી આપે છે. સામાન્ય માન્યતા છે કે ‘બાઈક મોડિફાઈડ કરવામાં ખુબ ખર્ચ થાય છે પરંતુ મનય બનારસી માત્ર 25થી 30 હજાર રૂપિયામાં દેશી બાઈકને સ્પોર્ટસ બાઈક જેવો લુક આપે છે. જો કે, અમુક સુરતીઓ તેમની પાસે એક લાખ રૂપિયાથી દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરે છે.
બુલેટ કંપનીએ બેસ્ટ મોડિફાઈડ બાઈકનો એવોર્ડ આપ્યો, મુંબઇ ઓટો શોમાં પણ પ્રદર્શિત કરાઇ
શહેરના મનયને વર્ષ 2005માં બુલેટ કંપની દ્વારા બાઇક્સ મોડિફિકેશનનો એવોર્ડ આપ્યો હતો, જ્યારે 2006માં મુંબઈમાં યોજાયેલા ઓટો શો માં એમણે ડિઝાઈન કરેલી બાઈક પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. એસવીએનઆઈટી કોલેજમાં યોજાયેલા એક્સપોમાં પણ એમણે ડિઝાઈન કરેલી બાઈક પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
અભ્યાસમાં મન ન લાગ્યું તો ગેરેજમાં કામ શરૂ કર્યું
મનય બનારસી સિટી ભાસ્કરને કહે છે કે, ‘સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે શાળામાં મન લાગ્યુ નહીં. જેથી અભ્યાસ કરવાનું છોડીને ગેરેજમાં કામ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં નાનું – મોટું રિપેરિંગ કામ શીખ્યા બાદ વર્ષ 2000માં યામાહા આર એક્સ 100 બાઈકને સૌ-પ્રથમ વખત મોડિફાઈડ કરી સ્પોર્ટસ બાઈક બનાવી હતી. હવે મારો દિકરો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરી રહ્યો છે. જે અમારા બિઝનેસને આગળ વધારશે. તેઓ પણ હવે બાઇક મોડિફિકેશન પર કામ કરી રહ્યાં છે..સૌજન્ય D.B