આજ ૧૪ મી જૂન – ૨૦૨૩ ના રોજ વ્યારા નગરની એકમાત્ર સ્માર્ટ આંગણવાડી કે જે ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઇ ફૂલેને નામે છે. ત્યાં કુલ ૩૦ ભૂલકાઓને સરકારના આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ હેઠળ આવરી પ્રવેશ આપવામાં આવ્યો.
૫(પાંચ) હેલ્થી ( તંદુરસ્ત ) ભુલકાઓને સ્પેશિયલ કીટ ઉપરાંત પ્રવેશ મેળવેલ તમામ ભૂલકાઓને સ્થાનીક જાગરૂક મહિલા નગરસેવિકા નિમિષાબેન તરસાડીયા અને પ્રીતિબેન ગામીત તથા નગરસેવક રાકેશભાઈ ચૌધરી દ્વારા તિલક લગાડી કંકુ ચોખા અને પુષ્પથી વધાવી આવકારવામાં આવ્યા.
નગરપાલિકાના માજી સભ્ય ભરતભાઈ ઢોડિયા, સમાજીક આગેવાન સંજયભાઈ રાણા તથા સિધ્ધેશ સોની દ્વારા ભૂલકાઓ માટે લાવેલ બુક્સ, સ્ટેશનરી કીટ્સનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. અંતે સમાજિક આગેવાન હેમંતભાઇ તરસાડીયા એ સરકારશ્રીની RTE ( રાઈટ ટુ એજ્યુકેશન ) સ્કીમની પધારેલ વાલીગણ અને આંગણવાડી સંચાલિકા બહેનોને વિસ્તૃત માહીતી પોતાના પ્રવચન હેઠળ આપી, RTE(રાઈટ ટુ એજ્યુકેશન) સ્કીમનો લાભ લઈ પોતાના બાળકો સારી ખાનગી શાળાઓમાં સારુ શિક્ષણ પ્રાપ્ત કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. અંતે ફડકે નિવાસ વિસ્તારમાં નાની રેલી સ્વરૂપે ભૂલકાઓને ફેરવી નાસ્તા કરાવડાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.