Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે પ્રજાપતિ સમાજનો પાંચમો પસંદગી મેળો યોજાયો.

Share

શુભવન્તા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ, સુરત આયોજિત લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પાંચમાં પસંદગી મેળો સુરત જહાંગીરપુરા સ્થિત એસ.એમ.સી.કોમ્યુનીટી હોલ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના યુવક તેમજ યુવતીઓએ ભાગ લઇ વાલમ આવોને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાયૅક્રમની શરૂઆત ઓડીશાના બાલાસોર થયેલ રેલ દુઘૅટનામાં મૃત્યુ પામેલને મૌન દ્રારા શ્રધ્ધાંજલી આપવામા આવી. યુવા મેળામાં ઉપસ્થિત યુવક-યુવતીઓને મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલાએ મનગમતો જીવનસાથી મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

યુવક-યુવતીઓના આ પસંદગી મેળામાં લગભગ ૪૫૦ જેટલા યુવક યુવતીઓએ ભાગ લઇ પોતાને મનગમતો જીવનસાથી મળે તે માટે ભાગ લીધો હતો. સમાજના યુવાઓએ સ્ટેજ પર પોતાનો બાયોડાતા તેમજ પોતાના જીવનસાથીની અપેક્ષાઓ રજુ કરી હતી. આ મેળામાં પ્રજાપતિ સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ તેઓને સારો જીવનસાથી મળે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પસંદગી મેળામાં ભાગ લેનાર યુવક યુવતીઓની માહિતી પરિચય પુસ્તિકામાં છાપવામાં આવી હતી. લગભગ ૧૫૦ જેટલા યુવક-યુવતીઓએ સ્પોટ રજીસ્ટ્રેશન દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. આ યુવા મેળાની માહિતી પુસ્તિકા સંપૂર્ણ રંગીન બનાવવામાં આવી હતી. સમારંભના મુખ્ય મહેમાન તરીકે જયંતીભાઈ નરોતમભાઈ લાડ, મહેન્દ્રભાઈ લાડ તેમજ શ્રી મણીભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા.મંચ પરથી આગામી સમૂહલગ્નોત્સવ -૨૦૨૪,૨૮ જન્યુઆરીના રોજ એસ.એમ.સી.ગ્રાઉન્ડ જહાંગીર પુરામાંમાં યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી.સુરત સ્થિત પ્રજાપતિ સમાજની વાડી બનાવવા માટેનું આહવાન કરવામા આવ્યુ. પસંદગી મેળામાં ઉપસ્થિત યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે પધારેલ મહેમાનોએ તેમજ જ્ઞાતિજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

જામીન પર ફરાર થયેલ કેદીને આણંદથી પકડી પાડતી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

ગાંધીનગર-રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઇ-સી એમ વિજય ભાઈ રૂપાણી ને વિવિધ સમાજ ની બહેનોએ રાખડી બાંધી ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!