Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ડીંડોલીમાં પરીણિતાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Share

આજથી એક વર્ષ પહેલા આ કામના ફરિયાદી લીંબાયત વિસ્તારમાં પોતાના મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા, તેમના મકાનમાં ઉપરના માળે આરોપી કિરણ સુરેશ પાટીલ ભાડેથી રહેતો હતો, દરમિયાન ફરિયાદીના ભાભી સાથે આરોપીને પ્રેમ સંબંધ બંધાયેલ હતો જેની જાણ પરિણીતાના ઘરના સભ્યોને થતા આરોપીને મકાન ખાલી કરાવી દીધેલ, ત્યારબાદ પણ આરોપી કિરણ પાટીલ ફરિયાદીના ઘર પાસે આવી આંટા-ફેરા મારી પરિણીતાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરી ધાકધમકી આપી હેરાનગતિ કરતો હતો જેથી કંટાળીને ફરિયાદી પોતાનું ઘર ખાલી કરી પરિવાર સાથે ડીંડોલીમાં ભાડાના મકાનમાં રહેવા માટે આવી ગયેલ હતા, ત્યારબાદ પણ આરોપી કિરણ પાટીલની હરકતો ચાલુ રહેલ અને પરિણીતાને તથા તેના ઘરના સભ્યોને ફોન કરીને વાત કરવા માટે દબાણ કરતો જેથી તેનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધેલ, ત્યારબાદ આરોપીએ પરિણીતાના અંગત પળોના અગાઉ વિડિયો કોલિંગ મારફતે ઉતારી લીધેલ આ વિડીયો ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મોકલેલ અને પરીણિતા સાથે વાત કરાવવા કહેલ અને જો વાત નહીં કરાવે તો બન્ને ભાઈઓને જાનથી મારી નાખવાની તેમજ તેની ભાભીના વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપેલ, જે બનાવ સંદર્ભે પરીણિતાના દિયરે ફરિયાદ આપતા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આરોપી કિરણ સુરેશ પાટીલ ઉવ.22, ધંધો- હિરા ઘસવાનો, રહે- પ્લોટ નંબર 02 ગણેશનગર-2 સપના પાન સેન્ટર પાસે લિંબાયત સુરત તથા મૂળ ગામ- મોહાડી, તા.જામનેર, જિલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી.

Advertisement

Share

Related posts

1 વાગ્યા સુધીમાં 35 ટકા મતદાન, જાણો કયા જિલ્લામાં થયું કેટલું મતદાન.

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં અમરતપરા ગામે દેશી દારૂ બનાવી સંતાડી રાખ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી દારૂ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!