હિન્દુઓની આસ્થાના કેન્દ્ર બનેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો કાર્યક્રમ સુરતમાં શરૂ થાય તે પહેલા લિંબાયતમાં કેટલીક જગ્યાએ બેનરો ફાડતા વિવાદ ઉભો થયો છે. લિંબાયતની આસપાસ આવેલા બેનરો અને પોસ્ટરોને ફાડી નાખવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં રોષ જોતા પોલીસ બંદોબસ્ત વધુ સઘન બનાવાયો છે.
આજથી સુરતમાં યોજાનાર બે દિવસીય દિવ્ય દરબારને પગલે શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લિંબાયતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજના સ્વાગત માટે ઠેર-ઠેર બેનરો અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. લોકો દિવ્ય દરબારના કાર્યક્રમની આકૃતિ રાહ જોઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ લિંબાયત વિસ્તારમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને ફાડવામાં આવતાં વિવાદ ઉભો થયો છે. બેનર ફાડી નાખતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ લાગે છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement