Proud of Gujarat
FeaturedGujaratINDIA

અબ્રામાને તાલુકો જાહેર કરવાના નિર્ણય સામે પ્રબળ વિરોધ વંટોળ ઊભો થયો.

Share

અબ્રામાને તાલુકો જાહેર કરવાના નિર્ણય સામે સામે પ્રબળ વિરોધ વંટોળ ઊભો થયો છે અને લોકોએ આ ખોટા નિર્ણયનો વિરોધ કરી અબ્રામાને બદલે કઠોરને તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે આ મામલે લોકહિતમાં કઠોરના જાણીતા એડવોકેટ અને રાજકીય અગ્રણી પ્રકાશ મૈસુરિયાએ મહેસુલ વિભાગના સચિવને ગાંધીનગર કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી અબ્રામાને તાલુકો જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે.

અરજદાર પ્રકાશભાઈ મેસુરીયા ભૂતકાળમાં કઠોર ગામના સરપંચ, સુરત જિલ્લા પંચાયતના ચુટાયેલ સભ્ય તેમજ જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ, કઠોર નાગરીક બેંકના પ્રમુખ અને હાલમાં શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા હાઇસ્કુલના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે સેવા એમ મળી પંચાયત, શૈક્ષણિક, સહકારી ક્ષેત્રએ સેવા, ફરજ અને જવાબદારી નિભાવેલ છે તેમણે ગામના પ્રજાજનોના હિતમાં આ અરજી દાખલ કરેલ કરાવેલ છે. કઠોર એ જૂના બરોડા રાજયનું ગાયકવાડ સરકાર વખતનું રાજાશાહીનું ઐતિહાસિક વિરાસત ધરાવતું ગામ હોઇ, કામરેજ તાલુકાનું, કામરેજ વિધાનસભા – ૧૫૮ અને બારડોલી લોકસભા – ૨૩ મતદાન વિસ્તારનું સૌથી મોટુ ગામ હોવાને નાતે સન્ ૨૦૧૧ ની થયેલ છેલ્લી વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી ૧૩૮૭૩ જેટલી સૌથી મોટી વસ્તીનું પ્રમાણ તેમજ હાલ વર્તમાનમાં રેશનકાર્ડની કુલ જનસંખ્યા મુજબ અંદાજીત આશરે કુલ વસ્તી 21043 જેટલી થવા પામેલ હોઇ, અતિવિકસિત અને અતિવિકાસશીલ અને પ્રજાજનોના કલ્યાણ તેમજ સુખાકારી અંગેની તમામ ભૌતિક સુખ સગવડો ધરાવતું કઠોર ગામમાં સિવિલ કોર્ટ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલો, સુરત જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગ નં. -૨ ની ઓફિસ, રેસ્ટ હાઉસ, સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળાઓ તથા મહાશાળાઓમાં આશરે ૧૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોઇ તે પૈકી કઠોર, અબ્રામા અને વેલંજાના મોટાભાગના વિદ્યાર્થીઓ પણ કઠોરમાં અભ્યાસાર્થે આવતાં હોઇ અને કઠોર કામરેજ તાલુકાનું તેમજ કઠોર અબ્રામા વેલંજાનું પણ મુખ્ય કેન્દ્ર હોઇ, હેડ પોષ્ટ ઓફિસ, ડી.જી.વી.સી.એલ ઓફિસ, નહેર ખાતાની ઓફિસ, પશુ દવાખાના, ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર બસ સ્ટેન્ડ, પી.એસ.આઇ પોલીસ સ્ટેશન, શાકભાજી બજાર, માંસાહારી બજાર, તાપી નદીના કિનારે મંદિરો – દેવસ્થાનો સહિત પર્યટનલાયક સ્થળ મહેસુલી રકબો મોટો વિસ્તાર હોવાથી પણ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીનો તેમજ સરકારી તળાવો ઉપલબ્ધ તેમજ અન્ય ગ્રામ પંચાયતના નવા બાંધકામવાળા મકાનને તેમજ અન્ય સરકારી મકાનોને પણ મામલતદાર કચેરી કે સરકારી કચેરીમાં પરિવર્તન કરી કરાવી શકાય તેમજ બીજા અન્ય મકાનોના બાંધકામો ઉપલબ્ધ હોવાથી સરકારને આર્થિક નુક્શાન માંથી પણ બચાવી શકાય તેમજ વહેલી તકે તાત્કાલિક ધોરણે સરકારી કચેરીઓ કાર્યરત કરી શકાય અને પ્રજાની હાડમારીઓ પણ દૂર કરી શકાય. તેમજ નેશનલ હાઇવે નં. ૪૮ને અડીને આવેલ હોઇ તેમજ સાયણ રેલ્વે સ્ટેશન પણ નજીક હોઇ જે અબ્રામા ગામ પાસે આવુ કોઇ પણ પ્રકારનું કાંઇ પણ ભૌતિક સુખ સગવડો કે તૈયાર મકાનો ઉપલબ્ધ નથી તેમ છતાં અબ્રામાં ગામને તાલુકા તરીકે જાહેરાત કરવા મેં. સુરત જિલ્લાના ક્લેકટર સાહેબ દ્વારા દરખાસ્ત ગાંધીનગર સ્થિત ગુજરાત રાજય સરકારના મહેસુલ વિભાગના સચિવ ને દરખાસ્ત મોકલવામાં આવેલ છે જેને આધારે તેઓના દ્વારા અબ્રામાને તાલુકો જાહેર કરવામાં આવેલ છે તેવા સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તેનો ભારપૂર્વક ઇન્કાર કઠોર ગામની જનતાએ કરી તેની સામે ઉગ્ર વિરોધ દર્શાવાયો છે. જિલ્લાના કલેકટર ફરીથી નવેસરથી રી – સર્વે કરાવી નવેસરથી દરખાસ્ત કરી ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સચિવ અને અબ્રામા ને બદલે કઠોરને તાલુકો જાહેર કરે તેવી માંગ ઉઠી છે

Advertisement

સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલિનીબેન અગ્રવાલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસૂરિયા, સંસદસભ્ય પરભુભાઈ વસાવાને પણ ભલામણ કરવા રજુઆત કરી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : કિશનાડ ગામે કોરોના અંગે લોક જાગૃતિ માટે યુવાઓએ અભિયાન શરૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના માહિતી ખાતા ના ઉપક્રમે પત્રકાર દિવસની ઊજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!