Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

Share

સુરત શહેરમાં વેકેશન દરમિયાન ધાર્મિક અને ધંધાદારી ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગનું દુષણ વધી રહ્યું છે. પાલિકાના વરાછા બી (સરથાણા) ઝોન આજે અનેક જગ્યાએ ગેરકાયદેસર બેનર અને હોડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં બેનર જોવા મળે છે. ગેરકાયદે લાગેલા બેનરના કારણે પાલિકાની જાહેરાતની આવકને ફટકો પડી રહ્યો છે અને શહેરની સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

હાલ સુરતમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે શહેરના સર્કલ, રસ્તા અને લાઈટ પોલ સાથે પાલિકાની અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. સૌથી વધુ ગેરકાયદે બેનર અને હોર્ડિંગ્સ શૈક્ષણિક ધંધાદારી જાહેરાત અને ધાર્મિક કાર્યક્રમોના છે. આજે વરાછા બી ઝોન દ્વારા ગેરકાયદેસર રીતે લગાવેલા બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાના ફૂટપાથની અડીને ધંધાદારી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેના મંડપ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાની વર્ધમાન એક્રેલિક કંપનીમાં કોરોના સારવારનો ખર્ચ આપવાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

માંગરોળના કનવાડા ગામે રહેતી પર પ્રાંતીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલી પરિવર્તન પરિવારની ભવ્ય રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!