Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઓનલાઇન પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

Share

ગુજરાતની વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી દીધી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં પરીક્ષા કેન્દ્રથી અન્ય કોઈ વ્યક્તિ ઓનલાઇન પ્રશ્ન પત્ર ભરતો જ્યારે આરોપી એક જ CPU થી બે મોનીટર ઓપરેટ કરતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મોનીટર ઓપરેટ કરવા સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સારથી એકેડેમીના માલિકની સંડોવણી સામે આવી છે.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના PI ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2022-2021 માં યોજાઈ હતી. પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતી આચરવામાં આવી હતી. આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે. તેઓ ઉમેદવારોનો અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. આ ટોળકીએ કયા કયા લાભાર્થીઓનો સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના દાંડિયા બજાર ખત્રીવાડ માંથી વિદેશી દારૂ સગેવગે કરતા એક ઈસમને એકટીવા સાથે ઝડપી પાડતી ભરૂચ LCB …

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સર્વાનુમતે કરાઇ વરણી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તિરંગા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!