સુરત પાલિકાની સીટી બસના ડ્રાઈવ ડ્રાઈવરને બેફામ ગાડી ચલાવતા તેને સસ્પેન્ડ કરાયા બાદ મોડી સાંજે પૈસા લઈ અને મુસાફરોને ટિકિટના આપતી મહિલા કંડકટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સામે છેલ્લા ઘણા વખતથી અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સીટી બસમાં મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટનો અપાતી હોવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. આવી જ એક ફરિયાદ મેયરને મળી હતી. 147 રૂટની બસ નંબર જીજે-5 બીઝેડ 3962 બસમાં મહિલા કંડકટર મુસાફરો પાસે પૈસા ઉઘરાવી લે છે પરંતુ ટિકિટ આપતી નથી. આ અંગેની ફરિયાદ બાદ મેયરે સમગ્ર પ્રકરણમાં તપાસ સોંપી હતી. તપાસમાં ફરિયાદનું તથ્ય બહાર આવ્યું હતું અને કંડકટર ટિકિટ આપતા ન હોવાનું બહાર આવતા મહિલા કંડકટર ઉર્મિલા વેકરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
Advertisement