Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના બુટલેગરની પારડી પોલીસ એ દારૂના મુદ્દામાલ સાથે કરી ધડપકડ.

Share

પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોતીવાડા હાઇવે પરથી પોલીસે કારમાંથી દારૂનો જથ્થો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પારડી નેશનલ હાઇવે નંબર 48 મોતીવાડા હાઇવે બ્રિજ ઉપર દમણથી xuv કાર નંબર જી.જે. 03 એચ.એ. 4292 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા ચોરખાનામાં દારૂની બોટલ નંગ 92 જેની કિંમત રૂપિયા 49,600 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિંમત રૂપિયા 3 લાખ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 3.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કાર ચાલક જૈનેશ મુકેશભાઈ પટેલ રહે. ભરૂચને ઝડપી પાડ્યો હતો. અને આ દારૂનો જથ્થો મયુર આહીર જેના પુરા નામથામની ખબર નથી રહે. ભીમપોર દમણના એ કોસ્ટેલ હાઇવે પર કારમાં દારૂ ભરીને આપ્યો હોવાની કબુલાત કરતા વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આમોદ જંબુસર માર્ગ પર ગટર તૂટી જતા એક ઇટ ભરેલો આઇસર ટેમ્પો ફસાયો…

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદી મા ડેમ માથી ભારે પાણી છોડાતાં નદી કિનારે ના તડકેશ્રર મંદિર નો માર્ગ ધોવાયો

ProudOfGujarat

નડિયાદ : ઠાસરાના જાખેડ ગામે ખેતરની ઓરડી પાસેના કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!