Proud of Gujarat
Uncategorized

સુરતમાં ભેસાણ ગામ પાસે કારે બાઇકને ટક્કર મારતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

Share

સુરતના ભેસાણ ગામ પાસે એક પૂરપાટ આવતી ટવેરા કારે બાઈક પર જતા ત્રણ યુવકોને અડફેટે લીધા હતા. જેથી બાઈક ચાલક યુવક રમેશ મિસ્ત્રીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૂળ રાજસ્થાનના રમેશ મિસ્ત્રી (ઉં.વ. 35) પાલનપોર જકતનાકા ખાતે પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા 27 વર્ષથી સુરતમાં રહેતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટાઈલ્સ લગાવવાનું કામ કરતા હતા. છેલ્લા થોડા દિવસોથી વસવા ગામ ખાતે ટાઈલ્સ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા. આજે સવારે સાથી મિત્રો સાથે રમેશ બાઈક લઈને વસવા ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન ભેસાણ ગામ પાસે સામેથી પૂરપાટ આવતી ટવેરા કારે અડફેટે લીધા હતા. જેથી રમેશનું માથું ફાટી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને પણ ગંભીર ઇજા થતાં 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટવેરાએ સામેથી અડફેટે લીધા હોવાનું ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું. હાલ શ્યામલાલ અને રાહુલ બે ભાઈઓ સારવાર હેઠળ છે. ત્રણ સવારીમાં બાઈક પર કામે જતા હતા. રમેશ બાઈક ચલાવતો હતો. ટવેરાએ સામેથી અડફેટે લેતાં રમેશનું માથું ફાટી ગયું હતું. બંને ભાઈઓને પણ હાથ, પગ સહિતના ભાગ પર ઇજા થઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના સિક્યુરિટી ગાર્ડના પી.એફના નાણા ભરવામાં કોન્ટ્રાક્ટરની આડોળાઈ સીક્યુરિટી ગાર્ડોએ ઉદ્યોગ મંડળ સમક્ષ રજૂઆત કરી

ProudOfGujarat

વડોદરા આર.આર.સેલનો સપાટો,નર્મદાના દેવલિયામાં 15 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાની ધરપકડ.

ProudOfGujarat

ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ ધ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનુ વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!