આગામી તા. ૧૨ મે નાં ગાંધીનગર, નિજાનંદ ફાર્મ ખાતે પ્રથમ વખત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન યોજાશે. સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ શિક્ષણ પરિવર્તનના કેન્દ્રમાં શિક્ષકો અને સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ વિષય પર મળનારા આ બે દિવસીય અધિવેશનનુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કથાકાર મોરારિ બાપુ, કેન્દ્રીય મંત્રીઓમાં ડૉ. મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, સાંસદો ભારતીબેન શિયાળ, પૂનમ માડમ, જગદંબિકા પાલ, મંત્રીઓ ઋષિકેશ પટેલ, ડૉ. કુબેર ડિંડોર, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, અન્ય મેહમાનો ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી અંદાજિત ૩૦ હજાર જ્યારે ગુજરાતમાંથી 75હજાર મળી અંદાજિત 1લાખ થી વધારે લાખ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે દર ૨ વર્ષે દેશના અલગ – અલગ રાજ્યોમાં પણ આ વખતે ગુજરાતમાં પ્રથમ વાર રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન યોજાનાર છે, તેમાં સુરત જિલ્લામાંથી પણ મહિલા શિક્ષકો સહિત અંદાજિત 1700 થી વધુ પ્રાથમિક શિક્ષકો ભાગ લેશે તેમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી એ જણાવ્યું હતું. અધિવેશનને સફ્ળ બનાવવા માટે રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, જૈમિનભાઈ પટેલ, આણંદ જિલ્લા સંઘ પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, કિરીટભાઈ પટેલ દરેક જિલ્લાસંઘના પ્રમુખ, મંત્રી દ્વારા તડામાર તૈયારી કરી આખરી ઓપ અપાઈ ગયો છે.