Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા.

Share

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માંડવી ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. માંડવી સ્થિત બજરંગ પાર્ક સામે, હનુમાનજી મંદિર પાસે, માંડવી-ઝંખવાવ રોડ ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટિલ અને પ્રભુભાઈ વસાવાએ પણ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓને સુખી લગ્નજીવનના આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રભુતામાં પગલા પાડનાર ૧૬૩ નવયુગલોને ઉજ્જવળ દામ્પત્યજીવનની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, સમાજ એક બનીને આગળ વધશે તો પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સેવાભાવી નાગરિકો, સમાજ અને સંસ્થાઓ સારા ઉદ્દેશ સાથે આગળ વધતા હોય તો સરકાર હરહંમેશા તેમને સહકાર આપવા તત્પર છે.

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી આદિવાસી સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રી કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવેલ હતા. શ્રી પાટીલે દિકરીના જન્મથી તેના લગ્ન, પ્રસૂતિ, સંતાનોના ઉછેર અને અભ્યાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો બહોળો લાભ મેળવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

Advertisement

સાંસદ પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજ અગ્રણીઓએ સમુહલગ્નોત્સવ યોજી રહ્યા છે તે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદિપ દેસાઈ, મોહનભાઈ કોંકણી, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ તેમજ મોટી સંખ્યામાં નવયુગલો, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

 હાંસોટ માં આજે બપોરે દસેક મિનિટ સુધી વરસાદ પડી હાથતાળી આપી ગયો હતો.લોકો ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા…

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર થી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે નિકાલ થતું કેમિકલ ઝડપાયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!