Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતની 4 વર્ષની બાળાએ ચેસમાં અનેક મેડલ જીત્યા, યંગેસ્ટ ગર્લ ચાઈલ્ડ એજેડ 3.5નો ખિતાબ હાંસલ કર્યો

Share

 

સૌજન્ય,ધરમપુર: માત્ર ચાર વર્ષની રમવાકુદવાની વય, મુખ પર ઝળકતી માસુમતા, પ્રથમ દ્રષ્ટિએ નટખટ પ્રતીત થતી જુ.કેજીની બાળકી 64 ચોકઠાની રમત ચેસના ટેબલ પર સ્થાન લેતાની સાથે ગંભીર બની ચતુરાઈપૂર્વક હરીફને છકકડ ખવડાવે છે. નાની વયમાં કુદરતી બક્ષિસની ધની સુરતની દિમાગી આટાપાટાની ઉસ્તાદ માસૂમ બાળકી માનવી મહેશ્વરીએ અત્યાર સુધી 40થી વધુ ઓપન સહિત અન્ય ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લઈ કૌશલ્ય દાખવી અસંખ્ય મેડલ, રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર પ્રાપ્ત કરી નિપુણતાનો પરચો દેખાડ્યો છે.

Advertisement

આટલી નાની વયે હરીફને વિચારતા કરી મુક્તી સુરત, ડુમસની માહેશ્વરી વિદ્યાપીઠમાં જુ.કેજીમાં અભ્યાસ કરતી બાળકીએ મોટી સિદ્ધિ તરફ દોટ મૂકી છે. ધીરેધીરે ચેસ રમતમાં કાઠું કાઢી રહેલી માસૂમ બાળકીની પ્રતિભા દાખવી ગયેલા માતા અને પિતા અમિત માહેશ્વરી બાળકીને સમગ્ર ગુજરાત સહિત રાજ્ય બહારની તમામ ચેસ સ્પર્ધામાં ભાગ લેવડાવી પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભવિષ્યમાં ડોકટર બનવાની મહત્વકાંક્ષા ધરાવતી માસૂમ બાળકી ચેસ સિવાય ડાન્સ અને ડ્રોઈંગમાં રુચિ ધરાવે છે.

2.5 વર્ષની વયથી ચેસની રમત શીખવાનાી શરૂઆત કરી

– માત્ર 2.5 વર્ષની વયથી ચેસ રમત શીખવાની શરૂઆત કરી વલસાડ, ધરમપુર, દમણ, નવસારી, સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઇ સહિત ચેસ પ્રતિયોગીતામાં ભાગ લઈ અસંખ્ય મેડલો, ટ્રોફી અને રોકડ પુરસ્કારો જીત્યા છે.
– ધોરણ-3 માં અભ્યાસ કરતા માસૂમના ભાઈ તનિષ્ક પણ સુરત અને સુરતની બહાર ચેસ સ્પર્ધામાં પ્રથમ અને અન્ય સ્થાન પર રહી અનેક મેડલ સાથે રોકડ ઇનામો જીતી ચુક્યો છે.
– ડિસ્ટ્રીકટમાં ટુ બી પોસીબલનો ખિતાબ મેળવ્યો.
– નવસારી, વડોદરામાં ગર્લ્સ અંડર-7માં પ્રથમ સ્થાન.
– વડોદરામાં રાજ્ય સ્તરની ચેસ સ્પર્ધામાં યંગેસ્ટ ગર્લ ચાઈલ્ડ એજેડ 3.5નો ખિતાબ હાંસલ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી છે.
– અમદાવાદમાં રાજ્યકક્ષાએ સુરતનું પ્રતિનિધિત્વ માત્ર 3 વર્ષ 8 મહિનામાં કર્યું.


Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.

ProudOfGujarat

લીંબડી : નગરપાલિકાની ઓફિસમાં આવેલ ક્ષેત્રમાં બેસી ગયેલ પાણીનો સંપ ઉપર બાળકો રમતાં હોવાથી નુકસાન થાય તો જવાબદાર કોણ ?

ProudOfGujarat

ત્રીજી કોરોનાની લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વાહવાહી કરવાનો લોકાર્પણ પ્રસંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!