સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આજે અલગ અલગ પનીર વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં જઈને 18 જેટલી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ઘી અને પનીરનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે ઘણી ડેરીઓની અંદર અને મીઠાઈની દુકાનોમાં અખાદ્ય પનીરનું વેચાણ થવાની પણ શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાં જઈને પનીરના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.
Advertisement