Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

Share

ટીડીએસ ભરવાની કામગીરી કરતા ટેક્સ કન્સલ્ટન્ટે ભૂલથી કાયદેસરની રકમ કરતા રૂ.17,750 નું વધુ ટીડીએસ ભરાતા તે રકમ પરત મેળવવા કરેલી અરજીને આગળ ધપાવવા રૂ.2500 ની લાંચ લેતા અડાજણ સ્થિત આયકર ભવનના સ્ટેનોને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં ટીડીએસ ભરવાની કામગીરી કરતા ટેક્સ કન્સલ્ટન્ટે તેમના એક ક્લાયન્ટનું ટીડીએસ ભર્યું હતું. જોકે, તેમાં ભૂલથી કાયદેસરની રકમ કરતા રૂ.17,750 નું વધુ ટીડીએસ ભરાયું હતું.આથી તે રકમ પરત મેળવવા માટે તેમણે જરૂરી ફોર્મ ભરી ઓનલાઈન અરજી ગત 5 એપ્રિલના રોજ કરી હતી. આ અરજીને આગળ ધપાવવા માટે છેલ્લા સાત વર્ષથી આયકર વિભાગમાં નોકરી કરતા અને હાલ અડાજણ સ્થિત આયકર ભવનમાં રૂ.63 હજારના પગારથી ફરજ બજાવતા સ્ટેનો તેજવીર ગેંદા સીંગે રૂ.5 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે, રકઝક બાદ તે રૂ.2500 લેવા તૈયાર થયા હતા. લાંચ નહીં આપવા માંગતા ટેક્સ કન્સલ્ટન્ટે આ અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.કે.સોલંકીએ અડાજણ સ્થિત આયકર ભવનમાં છટકું ગોઠવ્યું હતું અને ચોથા માળે રૂમ નં.402 ની સામે સ્ટેનો તેજવીર ગેંદા સીંગે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી લાંચની રકમ સ્વીકારી તે સાથે જે તેમને રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ભાજપ-કોંગ્રેસને હંફાવશે ખરા ??

ProudOfGujarat

ભરૂચ મામલતદાર તેમજ નાયબ કલેક્ટર ઉપલા અધિકારીઓના હુકમનું ઉલ્લંઘન કરતા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

15મી સપટેમ્બર સુધીમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા, બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!