Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કુતુહલ સર્જાયું.

Share

દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. હાલ ટીટોડીના ઈંડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઈંડાની ટોચ જમીન તરફની હોવાનું સામે આવ્યું છે. લોક વાયકા મુજબ મુખ્યત્વે ટીટોડીના ઈંડા આકાશ તરફી હોઈ છે. ત્યારે ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કુતુહલ સર્જાયું છે.

ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે વાડી ગામે રહેતા 50 વર્ષીય ખેડૂતના પ્રકાશ વસાવના મુજબ પ્રથમ વાર આ પ્રકારે ટીટોડીના ઈંડા જોયા છે. જે સૌ કોઈને અસમંજસ કૃતુહલમાં મૂકી દે તે પ્રકારે છે. સામાન્ય રીતે ટીટોડી આકાશ તરફી ટોચના ઈંડા મૂકે છે. પરંતુ જમીન તરફી ઈંડાની ટોચ એ સારા ચોમાસાની નિશાની લાગી રહી નથી. ટીટોડી પ્રકૃતિ સાથે તાલમેલ સાંધતું ખુબ જ હોશિયાર પક્ષી મનાય છે.

Advertisement

નોંધનીય છે કે, હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.

6 ઈંડા મૂકવાનુ તારણ

જાણકારો કહે છે કે, ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે.

ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસે

જ્યારે લોકોની પાસે ટેક્નોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસુઝના આધારે કરતા હતા. આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે. ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : વડોદરા મુંબઈ એક્સપ્રેસ – વે ના નિર્માણમાં થતી જમીન સંપાદનમાં થતા અન્યાય સામે જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કલેકટરને રજુઆત કરી.

ProudOfGujarat

સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

ProudOfGujarat

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો.ન હમ પીયેગે ન પીને દેગે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!