Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કેવડી ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ અને ધોરણ 8 નો વિદાય સમારંભ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામની પ્રાથમિક શાળામાં સરપંચ વિનયભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને દસમો વાર્ષિક ઉત્સવ અને ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાના સિનિયર શિક્ષક ગણપતભાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ વિનયભાઈ દ્વારા શાળામાંથી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્ય સંજયભાઈ રાકેશભાઈ વગેરે દ્વારા પણ પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું. સરપંચ વિનયભાઈ વસાવા, પૂર્વ સરપંચ ભીખુભાઈ વસાવા તા.પ્રા. શિક્ષણ અધિકારી રમેશભાઈ વસાવા, પૂર્વ બી.આર.સી અનિલભાઈ ચૌધરી, માધવભાઈ વસાવા વગેરેના હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેવડી ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ભીખુભાઈ વસાવા એ કેવડી શાળા ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ વસાવા એ સુંદર રીતે કરેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રેલવે કોલોનીમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે નાઇટ શેલ્ટર ઓન વ્હીલ બસની ડીઝલ ટેન્કમાંથી મોટી માત્રામાં ડીઝલ લીકેજ થઈ ઢોળાઈ રહ્યું છે.

ProudOfGujarat

ગોધરા: બાવાની મઢી પાસે આવેલી વાસણની દુકાનમાં બે યુવાનોને લાગ્યો કરંટ, એકનુ મોંત, એક ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!