ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સીમાં રહેતા ફરિયાદી મનોજ ભીમરાવ સોનવણે ની રૂ. ૪૫,૦૦૦/- ની કીંમતની હિરો સ્પ્લેન્ડર પ્રો. બાઈક તેમના મિત્ર આશિષભાઈ સાળી લગ્ન પ્રસંગે વાપરવાં માટે લઈ ગયેલ અને પોતાના ઘરે માર્ક પોઈન્ટ પાછળ પાર્ક કરેલ દરમિયાન તા.૭/૪/૨૦૨૩ ની રાત્રીના ૧૦/૦૦ થી ૮/૪/૨૦૨૩ સાંજના પાંચેક વાગ્યા સુધીમાં આ બાઈક કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
પોલીસ કમિશ્નર સા., સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સા. તથા રાજદીપસિંહ નકુમ સા. ના.પો.કમિ.સા. ઝોન-૨ તથા જે.ટી. સોનારા સા. મદદ.પો.કમિ. “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ ડીંડોલી પોલીસ સ્ટેશનન વિસ્તારમાં વાહન ચોરીના બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપેલ જે અંતર્ગત પો.ઈન્સ. આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પો.ઇન્સ. એસ.એમ.પઠાણ ડીંડોલી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જી-નાઈન બિઝનેસ હબ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન HC ભરતભાઈ કોદરભાઈ તથા HC નિકુંજ ધીરજભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ઉપરોક્ત બાઈકની ચોરી કરનાર આરોપીઓ (૧) સતિષ દિલીપભાઈ સન્દાનશીવ (૨) સંદીપ ઉત્તમ પાટીલને ચોરીમાં ગયેલ રૂપિયા 45000 ની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્રો બાઈક GJ05 LS 5650 સાથે ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીમાં (1) સતિષ દિલીપભાઈ સન્દાનશીવ ઉ.વ.૪૦ ધંધો- હોસ્પીટલમાં કમ્પાઉન્ડર, રહે- પ્લોટ નંબર ૪૦ પરેશભાઈ રબારીના ભાડાના મકાનમાં, માર્ક પોઇન્ટ, હસ્તીનગર નવાગામ ડીંડોલી સુરત તથા મૂળવતન ગામ નંદુરબાર (મહારાષ્ટ્ર) (2) સંદીપ ઉત્તમ પાટીલ ઉવ.૨૭ ધંધો-મજૂરી કામ, રહે- પ્લોટ નંબર 40 મોનાનગર ડીંડોલી બસ સ્ટેશન પાસે, સુરત તથા મૂળ વતન ગામ ધુલિયા (મહારાષ્ટ્ર)