જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજીયને સુરતમાં યોજેલા પ્રથમ લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરતે લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સાંધેલી પ્રગતિને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વમાં આયોજિત થતાં વિવિધ પ્રદર્શનમાં હીરાની ખરીદી કરતી મોટી કંપનીઓના ડેટાને આધારે આ ઇવેન્ટ માટે 500 પૈકી કેપેબલ બાયર્સની પસંદગી કરી આમંત્રિત કરાયાં છે. 23 દેશોના 33 બાયર્સ આ મીટમાં ભાગ લેવા માટે સુરત આવ્યાં છે, એમ રિજીયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું હતું.
બાયર્સ અને સેલર્સ વચ્ચે વનટુવન પર્સનલ મીટીંગ થાય તેવી વ્યવસ્થા આ મિટમાં ગોઠવવામાં આવી છે. ડીલ ફાઈનલ થયાં પછી બાયર્સને ફેક્ટરી કે ઓફિસની વિઝીટ કરાવવામાં આવશે. સેલર્સની કામગીરી અંગે બાયર્સને વધુ માહિતી પ્રદાન કરવાનો હેતુ આની પાછળનો છે.
લેબગ્રોન ડાયમંડના સીધા વેપારને વધુ વેગ મળે તે માટે સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજીયન તરફથી પ્રથમ વખત મગદલ્લા સર્કલ નજીકના લા મેરેડીયનના રૂબી હોલમાં બાયર્સ-સેલર્સનું આયોજન કરવામાં આવ્યું છે. મીટ ત્રણ દિવસ ચાલશે.