સુરતમાં મેટ્રો પ્રોજક્ટને લઈને ઠેર-ઠેર કામગીરી ચાલી રહી છે. જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં બોરિંગની કામગીરી દરમિયાન એક બેરિકેડ મોપેડ ચાલક પર પડ્યું હતું. જેને કારણે યુવક પટકાતા હાથમાં ઈજા પહોંચી હતી.
મેટ્રો પ્રોજેક્ટને લઈને ભેસ્તાન વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. બોરિંગની કામગીરી દરમિયાન એક પતરું ત્યાંથી પસાર થતા એક્ટિવા ચાલક પર પડ્યું હતું. જેને પગલે એક્ટિવા સ્લીપ થઈ જતાં ચાલક જમીન પર પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. એક્ટિવા ચાલકને બંને હાથમાં ઈજા પહોંચી હતી. સામાન્ય ઈજા હોવાથી થોડીવારમાં ચાલક સ્વસ્થ થતા જતો રહ્યો હતો. જોકે, લોકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
Advertisement