સુરતમાં બેફામ બનેલા બુટલેગરોના કારનામા સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, સુરત પોલીસ દ્વારા સતત નશાનો વેપલો કરતા તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા છે, તેવામાં વધુ એકવાર ડિંડોલી પોલીસે લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મામલે એક આરોપીની ધરપકડ કરી છે.
પો.ઇન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી, નવાગામ ચોકી PSI ડી.આર.બથવાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલિંગમાં હતા, દરમિયાન PC રણજીતસિંહ બનેસંગભા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ડીંડોલી મધુરમ સર્કલથી નહેરવાળા રોડ ઉપર થઈ કરાડવા ગામ તળાવ રોડ તરફ એક ગ્રે કલરની 4465 નંબરની બ્રેઝા કાર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇ પસાર થનાર છે.”
જે બાદ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ છુટાછવાયા ગોઠવાઈ ગયેલ હતા, દરમિયાન મારુતિ કંપનીની ગ્રે કલરની બ્રેઝા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ19 BE 4465 આવતા સાથેના પોલીસ માણસોની મદદથી કોર્ડન કરી રોકી તલાશી લેતા કાર ચાલક અતુલ સુરેશભાઈ ટેલર રહે- પલસાણા નાઓ ઉતરેલ તથા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ 113 મળી આવેલ જેની કિંમત રૂ. 27,135/- તથા બ્રેઝા કાર જેની કિંમત રૂ. 700000/- સહિત કુલ મુદ્દામાલ રૂ.7,27,135/- નો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.