Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મારામારીના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Share

ગઈ તા.૧૮/૩/૨૦૨૩ ના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જોળવા ગામ ખાતે આવેલ અનમોલ રેસીડેન્સી સામે જાહેર રોડ ઉપર એક અજાણી મહિલાને આ કામના આરોપીએ પોતાની મોટર સાયકલ વડે ટક્કર મારતા મહિલા નીચે પડી ગયેલ, જેથી બાજુમાંથી પસાર થતાં ફરિયાદી તથા તેના બનેવીએ બાઈક ચાલકને ઠપકો આપતા તેણે ફરિયાદીને ઢીક્કા મુક્કીનો માર મારીને ફોન કરીને પોતાના બે મિત્રોને બોલાવી લીધેલ, જેઓએ પણ ગાળા ગાળી કરતા ફરિયાદીએ ગાળ આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેના ધારદાર હથિયાર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 324, 323, 504, 114 તથા જી.પી.એક્ટ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને પકડાયેલ આરોપી
(૧) દેવાંગ ઉર્ફ માયા વિનોદભાઈ પટેલ ઉવ.૨૧ રહે- પ્લોટ નંબર ૨૪ સાંઈ વાટીકા વિભાગ-2 સોસાયટી કડોદરા, જિલ્લો સુરત ગ્રામ્ય (૨) અભય શ્યામભાઈ પાટીલ ઉવ.૨૨
રહે- પ્લોટ નંબર ૩૫૮ સાંઈ વાટીકા વિભાગ-2 સોસાયટી કડોદરા, જિલ્લો સુરત ગ્રામ્યને ઝડપી પાડયા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બુટલેગરો સામે પોલીસની તવાઇ-ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

ભરૂચ ને. હા. નં.48 પરથી ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ. સી. બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!