Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના અંબાડી ગામના જંગલમાં દારૂ આપવા અને લેવા આવેલા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

Share

ઉમરપાડા તાલુકાના અંબાડી ગામના જંગલમાં દારૂ આપવા અને લેવા આવેલા ત્રણ ઈસમોને પોલીસે ₹94,380 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ મોકલનારા બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉમરપાડા પોલીસ મથકના હે.કો. પ્રફુલભાઈ સાકરભાઇ અને મૌલિકભાઈ હસમુખભાઈને બાતમી મળી હતી કે ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના બે ઈસમો સાગબારાથી પલસર બાઈક ઉપર દારૂનો જથ્થો લઈ ઉમરપાડા તાલુકાના સરદા ગામના ચંદ્રસિંગ રામસિંગ વસાવાને આપવા માટે અંબાડી ગામના જંગલમાં આવનાર છે જેથી પો.સ.ઇ.એ.જે.દેસાઇ હે.કો. રણજીતભાઈ ભંગિયાભાઈ, તૃષિતભાઈ મનસુખભાઈ, ગોપાલભાઈ ભગતભાઈ વગેરેની ટીમે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી ત્યારે એક ઇસમ સ્પ્લેન્ડર બાઈક લઈને ઉપરોક્ત જગ્યાએ આવ્યો હતો ત્યારબાદ પલ્સર બાઈક લઈને બે ઇસમો દારૂનો જથ્થો આપવા માટે આવ્યા હતા ત્યારે આપવા અને લેવા આવેલા ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા દારૂ આપવા આવેલા ઈસમે પોતાનું નામ સુરજકુમાર જીગ્નેશભાઈ વસાવા અને સંતોષકુમાર રમેશભાઈ વસાવા બંને રહે. ચીકદા ગામ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદાના હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસેથી કુલ 192 નંગ દારૂની બોટલો કબજે લીધી હતી જેની કિંમત રૂપિયા 26,880 તેમજ દારૂ લેવા લેવા આવેલા ઈસમનું નામ ચંદ્રસિંગ રામસિંગ વસાવા રહે. સરદા ગામ તાલુકો ઉમરપાડાનો હોવાનું જણાવ્યું હતું. ત્રણેય ઈસમો પાસેથી મોબાઇલ ફોન રોકડ રકમ બે બાઈક મળી કુલ 94,380 નો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂ આપવા આવેલા ઈસમોની પૂછપરછ કરાતા આ દારૂનો જથ્થો સાગબારાના શાહિદ હનીફ મેમણ અને તેનો માણસ કલ્પેશ રાવજી વસાવા રહે. ચીકદા ગામ દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આ ગુનામાં બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : આર્થિક ફાયદા માટે વગર પાસ પરમીટે વિદેશી દારૂના વેચાણ કરતા બે ઈસમોની અંકલેશ્વર રૂરલ પોલીસે ઘરપકડ કરી.

ProudOfGujarat

અમદાવાદના 71 વર્ષિય વૃ્દ્ધ 450 કિમી સાઈકલીંગ કરી જૂનાગઢ પહોંચ્યાં, આજે સોમનાથ દાદાના દર્શન કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!