Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી સુરત છાપરા ભાઠાના યુવકની લાશ મળતા હત્યા કરાયાની આશંકા

Share

ઉમરપાડા માલધા ફાટા રાજ્ય ધોરીમાર્ગ પર ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલમાંથી શંકાસ્પદ હત્યા કરાયેલી હાલતમાં સુરત છાપરા ભાઠાના યુવકની લાશ મળી આવી હતી.

ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલમાં સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉંચવણ ગામના સરપંચ અનિલભાઈ મુળજીભાઈ વસાવાને થઈ હતી જેથી તેમણે ઉમરપાડા પોલીસનો સંપર્ક કરી અજાણી લાશ મળી આવવાની ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈને અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતાં આ યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું જેમાં શૈલેષભાઈ કેશુરભાઈ ચૌહાણ રહે રિલાયન્સ નગર સાયણ રોડ છાપરા ભાઠા સુરતનો હોવાની ઓળખ થઈ હતી. યુવકના મોઢા ઉપર ઇજાના નિશાનો દેખાતા હાલ આ યુવકની હત્યા થઈ હોય તેવી શંકા હોવાથી યુવકના મૃતદેહને પીએમ માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોની પેનલ દ્વારા યુવકની લાશનું પીએમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે આ યુવક ઉમરપાડાના જંગલ વિસ્તાર સુધી કેવી રીતે આવ્યો તેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે આગળની પોલીસ તપાસમાં યુવકના મૃત્યુ અંગેની સત્ય હકીકત બહાર આવશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!