સુરત મહાનગરપાલિકા ટી પી સ્કીમ હેઠળ જાહેર થયેલા રસ્તાના કબજો મેળવવાની કામગીરી દરમિયાન વરાછા ઝોનમાં ટી પી સ્કીમના રસ્તાનો કબજો ન આપવો પડે તે પહેલાં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં મુકેલી પ્રતિમા સન્માન ભેર દુર કરીને પાલિકાના વરાછા ઝોને ડિમોલિશનની કામગીરી કરી હતી. પાલિકાના ડિમોલિશનની કામગીરીને પગલે લોકોએ ભેગા થઈને રસ્તો જામ કરી દીધો હતો. જોકે, પાલિકાએ આ બની રહેલા મંદિરનું ડિમોલિશનની કામગીરી ચાલુ રાખી હતી તો કેટલાક લોકોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકા કમિશનરે છેલ્લા ઘણા વખતથી ટાઉન પ્લાનીંગ સ્કીમ હેઠળ અનામત પ્લોટના કબ્જા લેવા તથા ટીપી સ્કીમ હેઠળ જાહેર કરાયેલા રોડનો કબજો લઈને રોડ બનાવવાની કામગીરી માટે સુચના આપી છે. આ સૂચના હેઠળ આજે વરાછા ઝોન દ્વારા પુણા વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીના ગેટ પાસેથી 9 મીટરના રોડ પસાર થાય છે. આ રોડનો કબજો લેવાની કામગીરી શરુ કરે તે પહેલાં જ સોસાયટીના કેટલાક લોકોએ સોસાયટીના ગેટ પાસે નાની ડેરી જેવું મંદિર બનાવવાનું શરૂ કરી દીધું હતું. સોસાયટીના રહીશોએ દિવાલ બનાવી દેવામા આવી હતી અને હજી પણ સ્લેબ ભરવાનો બાકી હતો.
સોસાયટીના રહીશોએ ટીપી સ્કીમ હેઠળના રોડ પર નાનું મંદિર બનાવવાનું શરૂ કર્યાની જાણ થતાં પાલિકાne થતાં આ મંદિરના ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. થોડા દિવસ પહેલાં જ મંદિરમાં મુકેલી પ્રતિમાને સન્માનપૂર્વક હટાવીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ ડિમોલીશન શરૂ કરતાં કેટલાક લોકોએ પાલિકા મંદિર તોડી નાખે છે તેવું કહીને હોબાળો મચાવી ટોળું ભેગું કરી દીધું હતું. લોકોએ રસ્તો બંધ કરીને ડિમોલિશનની કામગીરી અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. પાલિકાએ ડિમોલીશન કરેલી ઈંટનો ઢગલો રસ્તા પર કરીને લોકોએ રસ્તો જામ કરી દીધો હતો. જોકે, ટીપી સ્કીમ હેઠળનો રસ્તો હોય પાલિકાએ ડિમોલિશનની કામગીરી કરી રોડ ખુલ્લો કરી દીધો હતો.