Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઈકલીંગ લીગ ૨૦૨૨ – ૨૩ માં ઉમરપાડાની દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

Share

ખેલો ઇન્ડિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઈકલીંગ લીગ ૨૦૨૨ – ૨૩ માં છ રાજ્યોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા આમ ૬ રાજ્યની યુવતીઓએ આ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઈકલીંગ લીગ ૨૦૨૨ -૨૩ માં ગુજરાતની અને ખાસ કરીને સુરતના આદિવાસી વિસ્તાર ઉમરપાડાની દીકરી અંકિતા વસાવા એ ગોલ્ડ મેડલ હાંસલ કરી આદિવાસી સમાજ સહિત ઉમરપાડા તાલુકાનુ ગૌરવ વઘાર્યુ છે.

ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલ માંગરોળ ઉમરપાડા તાલુકાના ધારાસભ્ય ગણપતભાઇ વસાવાના હસ્તે સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે ઉમરપાડા તાલુકાની દિકરી અંકિતા વસાવા એ ગોલ્ડ મેડલ હાંસલ કરી આદિવાસી સમાજ સહિત ઉમરપાડા તાલુકાનુ ગૌરવ વઘાર્યુ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડાની બેસણા ગામની પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું.

ProudOfGujarat

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ PM મોદીને કસાઈ કહેતા ભરૂચ જિલ્લા ભાજપનો ઉગ્ર વિરોધ, પૂતળા દહન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!