સુરતઃ દિલ્હી ખાતે 4થી 6 ઓક્ટોબર દરમિયાન મિસિસ ઈન્ડિયા લેગસી ક્લાસીક 2018 અને નેશનલ કોસ્યુમ 2018 બ્યૂટી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલમાં મુંબઈની બે, ઓરંગાબાદ, મણીપુર, બંગાળ અને ગુજરાત સહિતની સાતની પસંદગી કરવામાં આવી હતી. આ તમામને હરાવીને બન્ને સ્પર્ધામાં અંજલી જીનવાલાએ મેદાન મારી બ્યૂટી ક્વિન બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. સાથે જ બોલિવુડની હસ્તીઓના હાથે તાજ પહેર્યો હતો.
કોમ્પીટીશનમાં તૈયારી કરાવવા યુએસથી આવી દીકરી
અંજલીએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મિસિસ ઈશા શર્મા પાસેથી માહિતી મળી હતી. અને જ્યોતિ ઠક્કરની સકારાત્મક વિચારસરણી અને મોટીવેશનના કારણે વિશ્વાસ મજબૂત થયો હતો. સાથે જ સ્પર્ધા અંગે અમેરિકા રહેતી દીકરીને જાણ થતાં તે 15 દિવસ માટે ભારત આવી ગઈ હતી. જેમણે ખૂબ સપોર્ટ કરતાં બ્યૂટી ક્વિન બનવાનું સ્વપ્ન તો સાકાર થયું સાથે જ ઘરમાં હાઉસ વાઈફ તરીકે અને કિચનમાં કામ કરતી મહિલાઓ ધારે તો કંઈ પણ કરી શકે બસ જરૂર છે પોતાના ટેલેન્ટને બહાર કાઢવાની તેમ વધુમાં જણાવ્યું હતું.
બેટી બચાવોના સવાલો પુછાયા
સ્પર્ધામાં વિનર થનારી અંજલીએ જણાવ્યું હતું કે, સ્પર્ધા ખૂબ ટફ હતી. 3 દિવસનું ગ્રુમિંગ સેશન યોજાયું હતું. જેમાં બેસ્ટ વોક, બેસ્ટ ઈવનિંગ શો, પર્સનલ ઈન્ટર્વયૂ, ટેલેન્ટ રાઉન્ડ, નેશનલ કોસ્યુમ, પ્રશ્નોતરી, લાડલી ફાઉન્ડેશન વર્ક જેવા અલગ અલગ રાઉન્ડ યોજાયા હતાં. સાથે સ્પોર્ટસ એક્ટિવિટી પણ યોજવામાં આવી હતી. બેટી બચાવો અને બેટી પઢાઓ અંગે સવાલો પુછાયા હતાં. સાથે જ તેણીએ સ્પર્ધામાં પ્રેજન્ટેશન પણ આપ્યું હોવાનું વધુમાં તેણીએ જણાવ્યું હતું…સૌજન્ય db