Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી હાઈવે પર બાઈક સ્લીપ થતાં બે યુવકનું મોત નીપજયું

Share

સુરતના લિંબાયતમાં રહેતા બે યુવકો બાઈક ઉપર કામ અર્થે નવસારી ગયા હતા. ત્યારે કામ પતાવી મોડી સાંજે નવસારીથી પરત ફરી રહ્યા હતા દરમિયાન સુરત નવસારી હાઇવે પર તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. બાઈક સ્લીપ થઈ જતા બંને યુવકો રસ્તા પર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય યુવકને પ્રથમ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ મોડી રાત્રે સુરત સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરાયો હતો જેનું ટૂંકી સારવાર બાદ બીજા યુવકનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બંને યુવકો નવસારીમાં કામ પૂર્ણ કરીને બાઈક પર પરત થઈ રહ્યા હતા. યુવકો હાઇવે પર પૂરપાટ ઝડપે બાઈક હંકારીને સુરત તરફ આવી રહ્યા હતા. દરમિયાન નવસારીથી નીકળ્યાને થોડે જ દૂર પહોંચ્યા હતા અને બાઈક ચાલક દ્વારા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી. જેમાં બંને યુવકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં બંને સાદિક અનીસ અહમેદ અને હાસીમ રહીશ શેખ રસ્તા પર પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

ProudOfGujarat

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!