Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યારા ખાતે મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન યોજાઈ.

Share

વ્યારા ખાતે ચોથો મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન યોજાયું હતું જેમાં ગુજરાત ભરનાં જીમ ટ્રેનરો અને જીમનેશીયમ બોડી બિર્લ્ડસોએ ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં અલગ અલગ કેટેગરી જેવી કે જુનીયર, સીનીયર, માસ્ટર–૧ અને માસ્ટર–ર સ્પેશીયલ ચેલેન્જ બોડી બિલ્ડીંગ કાર્યક્રમનું આયોજન શ્યામાપ્રસાદ મુર્ખજી ટાઉન હોલ, વ્યારા, જિ. તાપી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે આયોજકો દ્ધારા પહેલા ભગવાનનો ફોટો રાખી ફુલ–હાર તેમજ દીપ પ્રાગટય કર્યું હતું. આ સાથે સાથે પહેલા હનુમાન ચાલીસાની ધુન બોલાવી હતી, ત્યારબાદ રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

જેમાં ભરૂચનાં રેમ્બો જીમના ઈરફાનભાઈ મલેક પણ માસ્ટર–૧ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ સાઉથ ગુજરાત ખાતે ચોથો ક્રમ હાંસલ કરેલ હતો. આ પ્રસંગે તેઓને મેડલ અને સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં મુસ્લિમ મિત્રએ હિન્દુ મિત્રની યાદમાં ગ્રામ પંચાયતને બે નનામી દાન કરી.

ProudOfGujarat

ગોધરા સબજેલ પ્રશાસને લોકડાઉનનાં માહોલમાં કેદીઓને પોતાના પરિવારજનો સાથે કરાવી ઈ-મુલાકાત.

ProudOfGujarat

નવસારીનાં રાનકુવા ગામે જમનાબેન વસંતજી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!