Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડતી ડીંડોલી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ

Share

સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા. સેકટર-૧ નાઓએ સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જેમાં ખાસ કરીને મોબાઇલ સ્નેચિંગના ગુના બનતા અટકાવવા અને મોબાઈલ સ્નેચિંગના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ અસામાજિક તત્વો જ્યાં રહેતા હોય તેવા વિસ્તારમાં વાહન ચેકિંગ કોમ્બિંગ કરવા સારું સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૨ ભગીરથ ગઢવી સાહેબ નાઓએ ઝોન-૦૨ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કોમ્બિંગ કરવાની સૂચના આપેલ, જે અનુસંધાને પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સે. પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી નાઓની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો HC કીરીટભાઇ હરીભાઇ, HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, PC નિકુલદાન ચેનદાન, PC બ્રિજરાજસિહ ભરતસિંહ નાઓ ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ વિસ્તારમાં વાહન ચેકીંગ કોમ્બિગમાં હતા, દરમિયાન એક નંબર વગરની એક્સેસ મોપેડ ઉપર બે ઈસમો પસાર થતા શંકા આધારે તેઓને રોકીને પૂછપરછ કરતા તેઓ પાસેથી બે મોબાઈલ મળી આવેલ જેના બિલ બાબતે કડકાઈથી પૂછપરછ કરતા એક દિવસ પહેલા ડીંડોલી વિસ્તારમાંથી સદર મોબાઈલ ચિલઝડપ કરેલ હોવાનું જણાવતા જે અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા પાર્ટ A ૧૧૨૧૦૦૫૬૨૩૦૪૯૦/૨૦૨૩ IPC ૩૭૯(A)(૩) મુજબ મોબાઈલ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલ હોવાની હકીકત જણાઈ આવેલ જેથી બંને ઇસમો (૧) વૈભવ ઉર્ફે ઝેરી ઉર્ફે દાદુ s/o નામદેવ પાટીલ ઉ.વ.૨૦ રહે- પ્લોટ નંબર ૪૦ જયરાજ નગર નવાગામ ડીંડોલી સુરત (૨) આદિત્ય ઉર્ફે આદિ s/o સુરેશ પિલ્લાઈ ઉ.વ.૧૯ રહે- બી/૨૦૫ નંદનવન એપાર્ટમેન્ટ નવાગામ ડીંડોલી સુરતને સદર ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ જય અંબે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ લોખંડનું ભંગાર ભરેલ આઇસર ટેમ્પો તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડરો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

લીંબડીનાં પરનાળા ગામે એક જ સમાજમાં જુથ અથડામણ.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં અંતરિયાળ અને પહાડી વિસ્તારનાં બોરીદ્વા ગામમાં ઘરે ઘરે જઇને શાળાનાં બાળકોને સેવાના ઝરણારૂપે શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત રાખતાં શ્રેષ્ઠ શિક્ષક શ્રી અનિલ મકવાણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!