સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના હિતમાં વધુ એક યોજના અમલમાં લાવી રહી છે જેમાં મહિલાઓ માટે સરલ પાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અતર્ગત શહેરની મહિલાઓ હવે માત્ર રુ. 1000 માં આખુ એક વર્ષ સીટીબસમાં મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને જાહેર પરિવહન સેવાનો વધુમા વધુ લાભ મેળવી શકે તે હેતુથી આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ જાહેર પરિવહન સેવાનો વધુમા વધુ લાભ મેળવી શકે તે હેતુથી સરળ પાસ યોજના શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરની મહિલાઓ હવે માત્ર રુ. 1000 માં આખુ એક વર્ષ સીટીબસમાં મુસાફરી કરી શકશે. અને તે પણ કોઈ પણ મર્યાદા વગર એટલે કે ગમે તેટલી વાર સીટીબસમાં મુસાફરી કરી શકશે. મહિલાઓને જાહેર પરિવહન સેવાનો વધુમા વધુ લાભ મેળવી શકે તે હેતુથી આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ યોજના આગામી નાણાંકીય નવા વર્ષ એટલે કે 1 એપ્રિલથી શરુ કરવામાં આવશે. આ સરળ પાસ યોજનામાં બાળકો અને વૃદ્ધો પછી હવે મહિલાઓ લાભ મેળવી શકશે.
સુરત શહેરની મહિલાઓ હાલમાં જાહેર પરિવહન સેવાનો વધુમા વધુ લાભ મેળવી શકે તે માટે આ નિર્ણય કરવાંમાં આવ્યો છે. જેમા હાલ જાહેર પરિવહન સેવાનો લાભ રોજ અઢી લાખથી વધુ લોકો લઈ રહ્યા છે. આ સરળ યોજનામાં ત્રણ મહિના માટે રુપિયા 300 નક્કી કરવામાં આવ્યો છે. તેમજ 6 મહિના માટે રુપિયા 500 અને એક વર્ષ માટે રુપિયા 1 હજાર નક્કી કરવામાં આવ્યો છે. જે સમગ્ર સમગ્ર સુરતની મહિલાઓએ આ યોજના વધાવી લીધી છે.